જૂનાગઢ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટીવેટરનરી કોલેજના પ્રાધ્યાપકો ની અનિશ્ચિત મુદતની હડતાલને પગલે છેલ્લા સાત દિવસથી પશુ સારવાર અટકી

Share to



જૂનાગઢ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી જુનાગઢ ખાતે પશુ રોગ નિદાન અને પશુ સારવાર માટે અધ્યતન સાધન સામગ્રી તથા તજજ્ઞોની ટીમ ધરાવતું પશુ સારવાર સંકુલ કાર્યરત છે. જ્યાં વર્ષે આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા પશુઓની સારવાર કરવામાં આવે છે. પશુપાલકો પોતાના બીમાર પશુઓના જટિલ રોગો કે જેની સારવાર સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ના હોય અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા જે તે બીમાર પશુને આધુનિક સારવાર માટે રિફર કરતા હોય તેવા પશુ રોગોનું સચોટ નિદાન તેમજ સારવાર અહિયા કરવામાં આવે છે. હાલમાં આ હોસ્પિટલના વેઇટરનરી તબીબો અને કોલેજનાં પ્રાધ્યાપકો પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નો લાંબા સમયથી પડતર હોય તેનું નિરાકરણ ન આવવાના કારણે 15 સપ્ટેમ્બર 2023 થી પેનડાઉન અને આગામી તારીખ 25 સપ્ટેમ્બર 2023 થી અનિશ્ચિત મુદ્દલ મુદતની હડતાલ પર હોય હોસ્પિટલ ખાતે પશુ રોગ નિદાન અને પશુ સારવાર કરવામાં આવતી નથી.
જેથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના પશુપાલકોને છેવાડાના ગામડાઓમાંથી હોસ્પિટલ ખાતે પશુઓને લાવવાના ભાડાનો ખર્ચ અને પશુ સારવાર ન મળવાના કારણે બેવડું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

વધુમાં અધ્યાપકોની હડતાલના કારણે વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય તેમજ પરીક્ષા બંને ઠપ થવાના કારણે તેમના ભવિષ્ય સામે પણ અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે.
આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને પશુ માલિકોની સરકારને વિનંતી છે કે આ અધ્યાપકોની વ્યાજબી માંગણીઓનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે અને ફરીથી અભ્યાસકાર્યો તેમજ હોસ્પિટલ અને પશુરોગ નિદાન કાર્ય અને સારવાર ચાલુ કરવામાં આવે.
વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાતા અને બીમાર પશુઓની સારવાર ન થતા સરકાર દ્વારા માગણીઓનું નિરાકરણ લાવવા અધ્યાપકો ની માંગ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to