December 7, 2024

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે બીટીપીની અગત્યની મીટીંગ યોજાઇ પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી.

Share to



ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી ની અગત્યની મીટીંગ પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના સંયોજક છોટુભાઈ વસાવા તેમજ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં ખાસ કરીને સંગઠનને મજબૂત બનાવવા માટેનો ભાર મહેશ ભાઈ વસાવા એ મૂક્યો હતો. ગુજરાત માથી અલગ અલગ જિલ્લા તેમજ તાલુકાના હોદેદારો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર હોદ્દેદારોને નિયુક્તિ કરવામાં આવી હતી ઉમરગામ થી અંબાજી સુધી ૧૪ જિલ્લા ટ્રાઈબલ મા મોટું સંગઠન અને મજબૂત કરવા માં આવશે અને આવનારી વિધાન સભાના ઇલેક્શન મા BTP ના મજબૂત ઉમેદવાર ઊભા રાખી ઇલેકશન લડીશું તેમ મહેશ ભાઈ વસાવા એ જણાવ્યું હતું..


Share to

You may have missed