December 17, 2024

જૂનાગઢ ના ભેસાણ ની ડ્રીમલેન્ડ સ્કૂલમાં તાલુકા કક્ષાની કબાડી સ્પર્ધા યોજાઈ

Share to


જૂનાગઢ ના ભેસાણ માં સ્પોર્ટ ઓથોરિટી ગાંધીનગર આયોજિત માધવ અને ડ્રીમલેન્ડ સ્કૂલમાં રમતોત્સવનું – 2023-24 ભવ્ય આયોજન થયું જેમાં તારીખ 24 થી 28 ઓગસ્ટ સુધી જિલ્લા કક્ષા જુડો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા અને તાલુકા કક્ષાની કબડ્ડી, ખો – ખો, વોલીબોલ તેમજ એથ્લેટીક્સ સ્પર્ધામાં જિલ્લા ભરની શાળાઓના 200 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ રમતોત્સવમાં ભેંસાણ તાલુકાની સરકારી અને ખાનગી શાળાના મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ તથા બહેનો પોતાની રમત પ્રત્યેની પ્રતિભા,કૌશલ્ય અને શ્રેષ્ટ પ્રદર્શનથી પ્રથમ,દ્વિતીય તથા તૃતિય ક્રમાંક મેળવી ને હવે જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી પોતાના માતા પિતા,ગુજરાત ભારતનું નામ રોશન કરી રમત ગમત પ્રત્યે રાષ્ટ્રીય રમતનું મહત્વ સમજી રાષ્ટ્ર માટે રમવા માટેનું સ્વપ્ન સાકાર કરશે..આ રમતોત્સવમાં રમતવીરોનો ઉત્સાહ વધારવા ખાસ શાળાના આચાર્ય બી,કે,ઉસદડ ,શિક્ષકગણ,કોચ વિદ્યાર્થીઓ ના માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…અને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed