December 19, 2024

આજરોજ અબડાસા શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ સાહેબ શ્રી ને અબડાસાના શિક્ષકોની આવેલ રજૂઆત મુજબ B.L.O ની કામગીરી માંથી મુક્તિ આપવા બાબતે કચ્છ જિલ્લા આર.એસ.એમ અધ્યક્ષ રામસંગજી જાડેજા ,જિલ્લા ઉપપ્રમુખ જુવાનસિંહ સોઢા, રાજ્ય પ્રતિનિધિ અરવિંદભાઈ જોશી, અબડાસા અધ્યક્ષ શ્રી લખધીરસિંહ જાડેજા, મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા રજૂઆત કરવામાં આવી.

Share to

લોકેશન.નલિયા



હાલમાં થયેલ તાલુકા ફેર કેમ્પ તથા જિલ્લા ફેર કેમ્પમાં અબડાસાના મોટાભાગના શિક્ષકોની બદલી થયેલ છે તાલુકા ફેરમાં 127 અને જિલ્લા ફેરમાં 65 શિક્ષકોની બદલી થયેલ છે. હવે શાળાઓમાં 50% સ્ટાફ રહેલ હતા શૈક્ષણિક કામગીરીનું ભારણ વધેલ છે. દરેક વર્ગમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો, દર શનિવારે એકમ કસોટી લેવી, ઓનલાઇન માહિતી આપવી તથા અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના કારણે શિક્ષકોને B.L.O ની કામગીરી માંથી મુક્તિ આપવામાં આવે એવી પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી.

કચ્છ જિલ્લા આર.એસ.એમ ના અધ્યક્ષ રામસંગજી જાડેજા એ જણાવ્યું કે આપ બડાસાના અધિકારી છો સાથે આપ નાયબ ચૂંટણી અધિકારી પણ છો તો અમારા શિક્ષકોની કામગીરી માંથી નીતિ આપો એવી અમારી નમ્ર વિનંતી છે.

સી.આર.સી કોર્ડીનેટર અને હાલમાં સ્ટેટની સૂચના અને સમગ્ર શિક્ષા ના પરિપત્ર મુજબ અન્ય કામગીરી ન કરવાની હોવાથી સી.આર.સી.કોડીનેટર ને સેક્ટર ઓફિસરની કામગીરી સોપવામાં આવી છે જે કામગીરી ક્લાસ 2 અને હાઈસ્કૂલના શિક્ષકોને આપવાની હોવાથી આ કાર્યમાંથી મુક્તિ આપવા માટે સાહેબ શ્રી ને વિનંતી કરવામાં આવી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to

You may have missed