December 22, 2024

હવે બીમાર પડશો તો ખાલી થઈ જશે ખિસ્સું, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ થયો વધારો!

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૩૧
ડાયાબિટીસ, હ્રદય રોગ વિશેષજ્ઞોએ હવે ફી 300 રૂપિયાથી વધારીને 500 રૂપિયા અને 500 રૂપિયાથી વધારીને 700 થી એક હજાર રૂપિયા કરી દીધો છે. જે ડૉક્ટર 1000 રૂપિયા લેતા હતા હવે તેઓ 1500 રૂપિયા લે છે. દવા અને ડૉક્ટરની ફીમાં વધારો થતા હ્રદય રોગ, ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓના ઈલાજનો ખર્ચ 20 થી 25 ટકા વધી ગયો છે. મોંઘવારી સતત વધી રહી હોવાના કારણે ડૉક્ટર તેની કન્સ્લ્ટેશન ફી વધારી રહ્યા છે. તો સાથે આવશ્યક દવાઓના રેટ વધી રહ્યા છે. જ્યારે દર્દીઓનું કહેવું છે કે, આ બંનેમાં ભાવ વધારાના કારણે તેમના દવાઓના બજેટમાં અસહ્ય વધારો થયો છે.

આ મહત્વની દવાઓના ભાવ વધ્યા
બ્રાન્ડ નામ રોગ પ્રથમ દર હવે દર
મોન્ટાયર-એલસી 15 ટેબ્લેટ્સ એલર્જી અને શરદી 423 523
ડાયનાપર-એમઆર 10 ટેબ્લેટ્સ સ્નાયુઓમાં દુખાવો 219 241
કેટોરોલ-ડીટી 15 ટેબ્લેટ દાંતનો દુખાવો અને
શરીરનો દુખાવો 133 146
કાયમોરલ ફોર્ટ 20 ટેબ્લેટ્સ સોજો, પીડા માટે 423 453


Share to

You may have missed