December 17, 2024

સુરતમાં ૧૪ લાખની ઠગાઈ બાદ નામ બદલી ફરતો, ફેસબૂક પર ૈંડ્ઢ બનાવતા વલસાડથી ઝડપાયો

Share to


(ડી.એન.એસ)સુરત,તા.૦૨
સુરતના યાર્નના વેપારી પાસેથી ૧૪.૦૭ લાખનું યાર્ન ખરીદી નાણા ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઇ ગયેલા આરોપીને ૧૮ વર્ષ બાદ પીસીબી પોલીસે વલસાડથી ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં ભાગતો ફરતો હતો. તેમજ પોતાની સાચી ઓળખ છુપાવી વલસાડમાં ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટબેઇઝ ઉપર સુપર વાઈઝર તરીકે નોકરી કરતો હતો સુરતને હીરા નગરી સાથે ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં રોજબરોજ કાપડ વેપારી સાથે ઠગાઈ થતી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે આવા જ એક ઠગબાજને પોલીસે ૧૮ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે વલસાડ લીલાપુર ચીખલા રોડ પાસેથી ૫૪ વર્ષીય આરોપી અશોકભાઈ મોહનભાઈ ભાદાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૦૫માં તેના મિત્ર ભાવેશ તથા દેવેન્દ્ર ભાઈ સાથે ભાગીદારીમાં યાર્ન ખરીદ વેચાણનો ધંધો શરુ કર્યો હતો. અને સુરતના સલાબતપુરા વિસ્તારમાં યાર્નના વેપારી રાજેશ જાગીડ પાસેથી ૧૪.૦૭ લાખની કિમતનું યાર્ન ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે સુરતમાં સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વધુમાં આરોપી પોલીસ પકડથી બચવા માટે પંજાબ, હરિયાણા તથા રાજસ્થાન સહીત અલગ અલગ રાજ્યોમાં સંતાતો ફરતો હતો. અને ત્યારબાદ છેલ્લા છેલ્લા નવ વર્ષથી પોતાનું નામ વિનોદ પટેલ હોવાનું જણાવી અને કોઈને શંકા ન જાય તે માટે તેણે વિનોદ પટેલ નામનું ફેસબુક આઈડી પણ બનાવ્યું હતું. તેમજ પોતાની સાચી ઓળખ છુપાવી આરોપી વલસાડ સ્થિત ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર સુપર વાઈઝર તરીકે નોકરી કરતો હતો. આરોપી સામે સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈનો ગુનો નોંધાયો હોય પીસીબી પોલીસે આરોપીનો કબજાે સલાબતપુરા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share to

You may have missed