December 18, 2024

છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઘ્વારા ૩૨ જિલ્લા પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુંગુજરાત પ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપાની સૂચના

Share to

અનુસાર ૩૨ જિલ્લા પંચાયતોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.જેના અંતર્ગત બોડેલી તાલુકાની કડાછલા જિલ્લા પંચાયતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ સીમલઘોડા ખાતે સવારે ૯ કલાકે કરવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય બિલજીભાઈ ભીલ,કડાછલા જિલ્લા પંચાયત સદસ્ય અમરસિંહભાઈ વણજારા,જિલ્લા બક્ષીપંચના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,તાલુકા એટીવીટી સભ્ય અને છોટાઉદેપુર જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલ,જિલ્લા કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી બળવંતસિંહ,જિલ્લા મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી ઉષાબેન,ગ્રામીણ કેન્દ્રના ઇન્ચાર્જ ઉત્પલ પટેલ,નવાટિમ્બરવા સરપંચ પ્રફુલભાઇ, નવાટિમ્બરવા શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ રમણભાઈ નાયક,બોડેલી તાલુકા યુવા મોરચા મહામંત્રી રવિરાજસિંહ,પાણેજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નગીનભાઈ,જીવનભાઈ,પ્રવીણભાઈ,જલપાબેન,રાજબોડેલી બુથ પ્રમુખ સપન પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિત રહી ૧૧૦ વૃક્ષોની વાવણી કરી તેના જતન માટે સંકલ્પ લીધો હતો.આમ કડાછલા જિલ્લા પંચાયતમાં ભાજપાના કાર્યકરો ઘ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed