December 20, 2024

જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ ની આગેવાની હેઠળ પેટ્રોલ – ડીઝલ – ગેસ ના સતત ભાવ વધારાના વિરોધમાં લોકો નો અવાજ બની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Share to


આજ રોજ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા વધતી જતી મોંઘવારીના મુળભુત કારણ સમાન પેટ્રોલ – ડીઝલ – ગેસ ના સતત ભાવ વધારાના વિરોધમાં જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ ની આગેવાની હેઠળ લોકો નો અવાજ બની વિરોધ પ્રદર્શન કરવા આવ્યું.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોના મહામારીની બીજી લહેરની અસર હેઠળ પ્રજાજનો જયારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવો ઐતિહાસિક વધારો અસહ્ય છે. દેશના કેટલાક ભાગોમાં તો પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ ની સપાટીને આંબી ગયો છે. છેલ્લા ૬ માસના સમયગાળામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂપિયા ૨૫.૭૨ અને રૂપિયા ૨૩.૯૩ પ્રતિ લીટર ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અને માત્ર પાંચ જ મહિનાના ગાળામાં કુલ ૪૩ વખત આવો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

અમિત પટેલે જણાવ્યું હતુંકે ભાજપ સરકાર લોકો નો અવાજ દબાવવા પોલીસ તંત્ર નો દુરુપયોગ કરી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કોર્પોરેટર લલિતભાઈ પરસાણા, લાખાભાઇ પરમાર, મહામંત્રી નટુભાઈ ખીસડા, કિશોરભાઈ હડવાની, ઉપ-પ્રમુખ મિહિર મહેતા, વસ્વનીભાઈ, હરિભાઈ ધુડા, હિમેનભાઈ ધોળકિયા,બાવનજીભાઈ પ ટોડિયા, સફિભાઈ બંગાલી, ચુનીભાઈ પનારા, રામલાલ, ચિરાગભાઈ ભલાની વિરોધ પ્રદરસન કરતા જૂનાગઢ પોલીસે, ધરપકડ કરી હતી

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed