December 22, 2024

ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા

હેલ્થ મેળામાં ટીબી સ્ક્રિનિંગ ડાયાબિટીસ હાયપરટેન્શન વગેરેનું ચેકઅપ કરી ૧૨૪ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી

ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામે આજ રોજ શુક્રવારના દિને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ હેલ્થ મેળામાં લેપ્રસી, ટીબી, એનસીડી, આધાર જનરેશન, પીએમજેવાય કાર્ડ, પીએમવીવાય ફોર્મ, નમોશ્રી ફોર્મ, તથા ટીબી સ્ક્રિનિંગ, ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવા રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેની સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હેલ્થ મેળામાં ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિ, સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા, મોટાસાંજા ગામના સરપંચ, ઉપસરપંચ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સીએચઓ શાહીનબેન હાજર રહ્યા હતા, મોટાસાંજા ગામે યોજાયેલ યોજાયેલ હેલ્થ મેળામાં ૧૨૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો..


Share to

You may have missed