*પ્રભારી મંત્રીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સ્વચ્છતા હી સેવા અંર્તગત સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી ખેંચાવી આપ્યો સ્વચ્છતાનો સંદેશ*
****
ભરૂચ- શુક્રવાર – ભરૂચ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ડીઆરડીએ શાખા દ્નારા સ્વચ્છ ભારત મિશન અંગે રા્જય સરકાર દ્નારા નિર્મિત શોર્ટ ફિલ્મ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળી હતી. આ વેળાએ, સ્વચ્છતા અભિયાન અંર્તગત પ્રભારીમંત્રીશ્રી, મહાનુભાવો, અધિકારીગણ સહિત ઉપસ્થિત સૌએ ભરૂચ જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
વધુમાં, પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સ્વચ્છતા હી સેવા અંર્તગત સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી ખેંચાવી ભરૂચ જિલ્લામાં સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરી હતી. વધુમાં ભરૂચ જિલ્લામાં ‘સ્વચ્છતા હિરો’ તરીકે કર્મીઓને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે.
More Stories
રાજપીપળા-રામગઢ વચ્ચે આવેલો”ભ્રષ્ટાચારનો બ્રિજ” ફરી એક વાર લંગડો થઈ જતા બંધ કરાયો
જૂનાગઢ શહેર ના સરદાર ચોક ખાતે જાહેર રસ્તા ઉપર રૂ. ૫૦૦ ની રકમની નોટનુ બંડલ વેરાયેલ ધ્યાને આવતા નેત્રમ શાખા પોલીસ દ્રારા સીસીટીવી કેમેરાથી તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી કુલ રૂ. ૧૦,૦૦૦/- સામેથી બોલાવી પરત કર્યા
જે.પી.રોડ પોસ્ટેહદ વિસ્તારમાાંથી રોકડ રૂપીયા ૩,૦૦,૦૦૦/- ની ચોરી કરનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાયયિાહી કરતી ઝોન-૨ એલ.સી.બી ટીમ