December 21, 2024

ચોરો ની અફવા થી ઉંમલ્લા ગામના લોકો એ આખું ગામ માથે લીધું..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા

લાકડી,ડન્ડા,લોખન્ડ ના સડીયા સહિત ગ્રામજનો એ અજાણીયા ચોરો, ઈશમો ને શોધવા ખેતરો, શેરી મોહલ્લા,ગલીઓ ને ખુંદી નાખી..


વિગતવાર વાત કરવામાં આવે તો ઘણા દિવસો થી ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના કેટલાક ગામો સહિત ના વિસ્તારો માં ચોરો ની ટોળકીઓ આવી હોઈ અને તેઓ મોટી સઁખ્યા માં રાત્રી દરમિયાન ગાડી ભરી ભરી અને ધાડ લૂંટ ચોરી કરવાનાં ઇરાદે લોકો ના ઘરોમાં ઘુસી જઈ અને ચોરી ડકેતી સહિત લોકો ને મારવાના પ્રયાસ થઈ રહ્યા હોવાની અફવા તેમજ લોકચર્ચાઓ થઈ રહી છે જે બાબતે કેટલાક ગામો માં લોકો ભેગા મળી અને વારી પાડી અને પોતાના શેરી મોહલ્લા ની રાત્રી દરમિયાન ચોકીદારી કરી રહ્યા હોવાની પણ લોકચર્ચા થઈ રહી છે જેમાં ગતરોજ ઉમલ્લા ગામે આશરે રાત્રે આંઠ સાડા આંઠ વાગ્યાં ના અરશામા ગામ માં વાયુવેગે કોઈ અજાણ્યા ચોર ઈશમો આવ્યા હોવાની વાત પસરી જતા ઉમલ્લા તેમજ દુમાલા વાઘપુરા ના ગ્રામજનો દ્વારા અજાણયા ચોર ઈશમો ને પકડવા માટે ટૂ વહીલર લઈ
યુવાન વડીલો નીકળ્યા હતા અને આખા ગામ અને આસપાસ ના ખેતરો ને ખૂંદી નાખ્યા હતા પરંતુ તેઓ ના હાથ કાંઈ પણ લાગ્યું ના હતું તો ગામના સમગ્ર રહીશો ને ભય સહિત મનમાં શંકાકુશઁકા ફેલાઈ હતી તો ગ્રામજનો એ આખી રાત્રી દરમિયાન પહેરો કરવા મજબુર બન્યા હતા…

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા માં થોડા દિવસો અગાઉ પણ ચોરી નો બનાવ બનતા ગ્રામજનોને પોતાના ઘરમાં ચોરી સહિત પોતાના જીવનો ના જાય તેનો ભય સતાવી રહ્યો છે તો પોલીસ તંત્ર ને પણ ઉમલ્લા ગામના આગેવાન દશરથભાઈ વસાવા તેમજ પંચાયત ના સરપંચ દ્વારા લેખિત મા પોલીસ વિભાગ ને ગામમાં પૂરતા પોલીસ જવાન સહિત GRD હોમગાર્ડ જવાન ના વધુ કર્મચારીઓ ફાળવી વધુ પોઇન્ટ મુકવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છેતો લોકોનું કેહવું છે કે ઉમલ્લા બઝાર તેમજ દુમાલા વાઘપુરા બજારમાં રાત્રી દરમિયાન હોમગાર્ડ જવાનો તેનાત તો કરવામાં આવે છે પણ તે માત્ર સુવાજ આવે છે જેથી રાત્રી દરમિયાન પસાર થતા વાહચાલકો તેમજ અજાણીયા લોકો ની કોઈ જાતની પૂછપરછ કરાતી નથી જેથી આવા ગુનાને અંજામ આપતા લોકો ને મોકળું મેદાન મળી રહ્યું છે તો દુમાલા વાઘપુરા રામભરોસે હોંઈ ગામમા અનેક જગ્યા ઉપર બંધ લાઈટ તેમજ ઝાડી ઝાકરા હોઈ પંચાયત દ્વારા કામગીરીમા લાચાર હોઈ જેથી તંત્ર ઉપર દુમાલા વાઘપુરા ગામની જનતા ને ભરોસો ના રહ્યો હોઈ તેથી લોકો પોતેજ પોતાની ઘરવખરી તેમજ પરીવાર માટે રાત્રી ઉજગરા કરવા મજબુર બન્યા છે ત્યારે હાલતો ચોરો ના ભય ના ઓથે જીવતા ગ્રામજનો દ્વારા પોતે આત્મનિર્ભર બની ગામ શેરી ની રક્ષા કરી રહ્યા છે…


Share to

You may have missed