October 1, 2024

વિદેશમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન રેલી અને ધરણા

Share to

છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્રારા કોગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામા એક કાર્યક્રમમા જઈ અનામત વિરોધી વાત કરી હતી.જેને લઈને ભારતમા વસતા એસટી,એસસી અને ઓબીસી સમાજમા ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.જેના

વિરોધમા સમગ્ર ભારતભરમા ભાજપાના એસટી,એસસી અને ઓબીસી મોરચા દ્રારા તમામ જિલ્લાઓમા રેલી,ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટી,એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારી કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નિકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.અલીપુરા ચાર રસ્તા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ હાય હાય,અનામત વિરોધી કોંગ્રેસ હાય,હાયના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો.જેમા અનુસુચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવિણભાઈ પંડ્યા,છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા,પુર્વમંત્રી શબ્દશરણભાઈ તડવી સહીત મોટી સંખ્યામા કાર્યકરો આ રેલી અને ધરણા કાર્યક્રમમા જોડાયા હતા.

ઇમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed