December 22, 2024

ભરૂચ ખાતે  જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈઃ  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ

Share to

વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટરશ્રી

રૂચઃ શનિવારઃ- ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ધ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરશ્રીએ પ્રજાના પ્રતિનિધિઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય સર્વશ્રી અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, રીતેશભાઇ વસાવા અને ડી.કે.સ્વામી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ, જિલ્લા પોલીસ વડાશ્રી મયુરભાઇ ચાવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.


Share to

You may have missed