માર્ગો પર જોખમી વળાંકોમાં રિફલેક્ટર્સ લગાડવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા જિલ્લા કલેક્ટરશ્રી
ભ
રૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી-વ-રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેનશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો આપ્યા હતા. નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા ભરૂચ સહિતના સભ્યશ્રીઓને માર્ગ સલામતી માટેના કાર્ય સતત શરૂ રાખવા માટે સૂચન કર્યુ હતુ.
ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી માર્ગ સુરક્ષા સલામતિ સમિતિના સભ્યોને તેમને સંબંધિત ક્ષેત્રોમાં માર્ગ સલામતી માટેની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરૂર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી હતી. બેઠકમાં, એ.આર.ટી.ઓ શ્રી દ્વારા સમગ્રતયા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં અમરેલી એ.આર.ટી.ઓ શ્રી, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકાના પ્રતિનિધિ સહિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…