સ
ોમવારે બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ ડેમના છ દરવાજા ૩.૨૦ મીટર સુધી ખોલી ૮૦૯૭૫ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
—–
કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અને સાવધાની સતર્કતા રાખવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
—–
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે ૨૬મી ઓગષ્ટ, ૨૦૨૪ને સોમવારના રોજ બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૯.૪૩ મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ ૬ ગેટ ૩.૨૦ મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૮૦૯૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૬૮ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં ૭૦.૯૧ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…