સ
ોમવારે બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ ડેમના છ દરવાજા ૩.૨૦ મીટર સુધી ખોલી ૮૦૯૭૫ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
—–
કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અને સાવધાની સતર્કતા રાખવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
—–
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે ૨૬મી ઓગષ્ટ, ૨૦૨૪ને સોમવારના રોજ બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૯.૪૩ મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ ૬ ગેટ ૩.૨૦ મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૮૦૯૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૬૮ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં ૭૦.૯૧ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
More Stories
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તથા તાલુકા કક્ષાના કલા મહોત્સવનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે બીઆરસી કોર્ડીનેટર સુધાબેન વસાવા અને યજમાન શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ ગોહિલ દ્વારા અને નેત્રંગ તાલુકાના લાયઝન અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢમાં ૮૨ વર્ષના દાદાના રોજીંદુ જીવન નીર્વાહ કરવા માટે અગત્યની એવી દાતની બત્રીસી તથા અન્ય સામાન સહિતનું રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનું પર્સ ખોવાતા જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને સિનિયર સિટીઝન અરજદારને પરત કર્યું
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક નિયમન” ડ્રાઇવની જૂનાગઢ પોલીસની કાર્યવહી