December 22, 2024

ભારત બંધના એલાનને લઈ નેત્રંગ ના બજારો સજ્જડ બંધ રહ્યા

Share to

નેત્રંગ નગર તમામ બજારો સ્વેચ્છિક રીતે સજ્જડ બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું હતું SC અને STમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના એલાન ને સમર્થન આપ્યું હતું જેને લઇ નેત્રંગ નગરના બજાર સહીત ચાર રસ્તા સ્થિત તમામ દુકાનદારો દ્વારા બંધ પાડી ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું, ભારત બંધના એલાને સ્વેચ્છિક રીતે નેત્રંગના વેપારી વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેમાં નેત્રંગના તમામ બજાર સહિત લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed