December 21, 2024

સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા ૧.૪૫ મીટર ખોલવામાં આવશે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે

Share to

સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૯૦,૦૦૦ + ૪૫,૦૦૦) ક્યુસેસ પાણી છોડવામાં આવશે


રાજપીપલા, મંગળવાર :- નર્મદા ડેમ અંગે શિફ્ટ ઇન્ચાર્જ, સરદાર સરોવર બંધ, પૂર નિયતંણ કચેરી તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી તા. ૧૩/૦૮/૨૦૨૪ ના બપોરે ૧૨:૦૦ કલાકે સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા ૧.૪૫ મીટર ખોલવામાં આવશે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H) ના ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૪૫,૦૦૦ + ૯૦,૦૦૦) ક્યુસેસ પાણી છોડવામાં આવશે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા જણાવ્યું છે.


Share to

You may have missed