December 19, 2024

ગરુડેસ્વરના નિર્માનાધિન ટ્રાઈબલ મ્યુઝિયમમા બે યુવકોને બેરહમી પૂર્વક ફટકારતા એકનું મૌત

Share to

ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરતી એજન્સી ના 6 લોકો સામે હત્યા નો ગુનો નોંધાયો

ઈકરામ મલેક રાજપીપળા દ્વારા

પ્રાપ્ત વિગતો અનુસાર 6 ઓગષ્ટ ની રાત્રે બનેલી ઘટનામા નર્મદા જિલ્લા ના ગરુદેસ્વર ખાતે બંધાઈ રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમ બે સ્થાનિક આદિવાસી યુવાનોને કોઈ કારણો સર 6 લોકોએ ભેગા મળી દોરડા વડે બાંધી નગ્ન કરી બેરહેમીથી ફટકારતા બે પૈકી એક યુવકનું જયેશ શનાભાઈ તડવીનું મૌત નીપજ્યું હતું.

આ મામલાની જાણ થતા ગરુદેસ્વર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી 6 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને હાથ મા ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પામેલ યુવક સંજય ગજેન્દ્ર તડવી ઉ.35 ને રાજપીપળા ની સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો. આ મામલાની વાત પ્રસરી જતા રાજકીય અગ્રણીઓ અને મીડિયા ઘટના સ્થળે દોડી ગયું હતું, નાંદોદ ના એમ.એલ.એ દર્શનાબેન અને બાદ માં ડેડીયાપાડા ના એમ.એલ.એ ચૈતરભાઈ વસાવાએ ઘટના સ્થળ ની વિઝીટ કરી હતી, અને માહિતી મેળવી મૃતક અને ઇજાગ્રસ્ત યુવક ના પરિવાર જનોને મળી માહિતી મેળવી હતી.

મરણ જનાર યુવક તેના વૃદ્ધ માતા-પિતા નો એકમાત્ર આધાર હોઈ ધારાસભ્ય ચૈત્ર વસાવા સદર યુવકોને માર મારનાર કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓ વતી કંપની મરણ જનાર યુવકના જયેશ શનાભાઈ તડવીના માતા પિતા અને ઇજાગ્રસ્ત યુવક સંજય ગજેન્દ્ર તડવી ને વળતર ચૂકવવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી મૃતકનું પોસ્ટમોર્ટમ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી ધરણા પર બેસી જ હતા. પોલીસ તંત્ર અને કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આખરે ત્રણથી ચાર કલાક સુધી કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો સાથે વાટાઘાટા અને પોલીસની મધ્યસ્થી બાદ આખરે કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ મૃતકના પરિવારજનોને રૂ.20 લાખ અને ઇજાગ્રસ્ત યુવકને રૂ. 5 લાખ તેમજ તેની તમામ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવાની બાંહેધરી આપતા ચૈતરભાઈ વસાવા એ ધરણા પૂર્ણ કર્યા હતા અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરી અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી.


Share to

You may have missed