December 2, 2024

નર્મદા જિલ્લા ના રજુવાડીયા ના ચોરી ની બાઈક સાથે બે ચોર ને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ભરૂચ જીલ્લાના નેત્રંગ વિસ્તારમાં ચોરી થયેલી બાઈક સાથે ફરતાં બે ઈસમોને ભરૂચ એલસીબીની ટીમે માહિતીના આધારે ઝડપી પાડ્યા…

ચોરીની બાઈક અને મોબાઈલ સાથે ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી..

ભરૂચ એલસીબીના પીઆઈ એમ.પી.વાળાને જીલ્લા એસપી મયુર ચાવડા દ્વારા મળેલી સૂચના મુજબ જીલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી,વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે ફીલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી,આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવા ટીમોને જણાવ્યું હતું.આ બાબતે પીએસઆઈ એમ.એમ.રાઠોડ અને તેમની ટીમ ઉમલ્લા વિસ્તારમાં કામગીરીમાં ફરી રહી હતી.તે સમયે માહિતી મળી હતી કે બે ઈસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા અને ભુરા કલરના પટ્ટાવાળી મોટર સાયકલ લઈને પાણેથા ગામ પાસે ઉભા છે.ટીમને માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી માહિતી વાળા બે ઈસમ બાઈક સાથે દેખાતા તેઓને બાઈક સાથે ઝડપી પાડી ઉમલ્લા પોલીસ મથકે લાવી કડક પુછપરછ હાથ ધરતા બંને આરોપી ભાંગી પડ્યા હતા.પકડાયેલા આરોપીમાં એક ઈસમ કલ્પેશ ઉર્ફે શેવણીયા પ્રતાપભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ૫ મી ઓગષ્ટના રોજ તે અને તેનો મિત્ર વિનેશ વસાવા કનૈયાલાલ વસાવા તેની બાઈક લઈને નેત્રંગ તરફ આવ્યા હતા.જ્યાં મોવી માર્ગ પર કોચબાર ગામની સીમમાં ખેતરમાં પડેલી બાઈક ચોરી કરી હતી.જોકે તેઓ પકડાઈ ન જાય તે માટે આગળ પાછળની બાઇકની નંબર પ્લેટ કાઢીને ફેંકી દીધી હતી.આજ ફરીથી ચોરીની બાઈક લઈને ચોરી કરવા માટે ફરતા હોવાની કબૂલાત કરી હતી.જેથી એલસીબી એ ચોરીની બાઈક કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તથા અંગજડતી માંથી મળેલા એક મોબાઈલ કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ ૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.


Share to

You may have missed