રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWSગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને ગંદા પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છેવર્ષો જૂની પાઇપો હોવાથી એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ…!ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સમગ્ર નગર અને શેરી મોહલ્લા માં વર્ષો જૂની પીવાના પાણી ની લાઈનોમાં ભંગાણ સર્જાયું છે પીવાના પાણી ની લાઈનો મહિનાઓથી તૂટી જતા પાણી બહાર વહી જતા પાણી નો વેડફાટ થઈ રહ્યો છે…જેમાં દુમાલા વાઘપુરા ના સુથાર ફળિયા નવરાત્રી ચોક, ડૉ વાળા ફળિયા સહિત અન્ય વિસ્તારો માં પીવાની પાણી ની લાઈનો તૂટી જતા દરરોજ નું હજારો લીટર પાણી બહાર વહી રહ્યું છે તથા આ જગ્યા ઉપર ખાડા પડી જવા ના કારણે વરસાદી પાણી તેમજ લોકાના બાથરૂમ નું ગન્દુ પ્રદુષિત પાણી તે ખાડા માં જઈ રહ્યું છે જેના કારણે તૂટેલી પીવાના પાણી ની લાઈન માં તે ભળી રહ્યું છે જેના કારણે દુમાલા વાઘપુરા ના ગ્રામજનો તેમજ તેવોના બાળકો ના સ્વસ્થ્ય ઉપર પાણીજન્ય બીમારીઓ નો ખતરો મંડરાઈ રહ્યો છે..મહિનાઓ વીતવા છતાં આ બાબતે દુમાલા ગ્રામ પંચાયત ના સત્તાધીશો દ્વારા હજુ કોઈ આ બાબતે કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું કેટલીક જગ્યા ઉપર સમારકામ કરવામાં આવે છે તે પણ વિના આયોજન અને હલકી ગુણવત્તા ના મટીરીયલ થકી કરવામાં આવતા તે માત્ર અમુક કલાકો માંજ તૂટી જતા ગ્રામવાસીઓ પંચાયત ના અંધેર વહીવટ ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે દુમાલા વાઘપુરા હદ વીસ્તારમાં સાંસદ મનસુખ વસાવા ના વરદ હસ્તે લોકાર્પણ કરી તંત્ર દ્વારા થોડા વર્ષ પેહલા ચંદનનગર માં પીવાના પાણી ની ટાંકી બનાવી તેમજ અમુક વિસ્તારમાં પાઇપલાઇન નાંખવાની કામગીરી એક કોન્ટ્રાકાટર ને આપવામાં આવી હતી જેમાં હલકી પાઇપો તેમજ ધારાધોરણ મુજબ ની કામગીરી ના કરતા તે પુરે પુરી લાઈન માં ખામીઓ આવી રહી છે જેમાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોઈ જે બાબતે નિષ્કાળજી દાખવનાર કોન્ટ્રાકટર
ઉપર કાયદેસર કાર્યવાહી સહિત નવી પાણી ની લાઈન નખવા ગ્રામજનો દ્વારા મૌખિક રજુઆત પણ જેતે સમય ના તલાટીને કરવામાં આવી હતી પરંતુ તેનું પણ હજુ કોઈ નિકાલ ના આવતા ગ્રામજનો દ્વારા અધિકારીઓ ની હજુ સુધી ઊંઘ ના ઉડતા ગ્રામજનો નો છૂપો રોષ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત ના સત્તાધીસો ઉપર જોવા મળી રહ્યો છેત્યારે ગામમાં ઠેર ઠેર પાણી-ડ્રેનેજ, વરસાદી ગટરના પાણી પીવાના પાણી માં ભડતા લોકો ના સ્વાસ્થ્ય ના બગડે તે બાબતે ગ્રામપંચાયત દ્વારા સત્વરે તૂટેલી લાઈનો નું સમારકામ કરવામાં આવે તથા જૂની લાઈન કાઢી આખા નગર માં પાણી ની નવી લાઈનો નાખવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લોકમાંગ ઉઠવા પામી છે..
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ