DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

છોટાઉદેપુર જિલ્લાના લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.

Share to

*છોટાઉદેપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ જાગૃતતા અંગે પત્રકાર પરિષદ યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઇ પણ બેંક/મોબાઇલ કંપનીમાંથી ફોન કોલ આવે તો કોઇ પણ જાતના બેંક એકાઉન્ટ તથા ઓટીપીની માહિતી શેર કરવી નહીં, કોઈ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવે તો મોબાઇલમાં કોઇ પણ એપ્લિકેશન (ઉદા.Team viewer, any desk) ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવી નહી, અજાણી સ્ત્રીના ફોટા વાળી Facebook/Instagram માં ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી નહી, કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે/ બુકિંગ કરાવતી વખતે ઓફિશિયલ વેબસાઈટની ખરાઈ કરીને જ ખરીદી કરવી, અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી અજાણી લિંક પર લાલચમાં આવીખરાઈ કર્યા વગર ક્લિક કરશો નહીં, સોશિયલ મીડિયા એપ Facebook/Instagram પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપવા નહીં.

છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર કોલ કરવો, ઓનલાઇન શોપિંગ ફ્રોડ જેમાં લોકોને અલગ અલગ ડિસ્કાઉન્ટની સ્કિમ બતાવી છેતરપિંડી કરવામાં આવે છે, ઓનલાઇન લિંક ફ્રોડ જેમાં મોબાઇલમાં લિંક આપવામાં આવે છે જે લિંક પર ક્લિક કરતાં આપણા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. જેથી અજાણી લિંક પર ક્લિક કરશો નહિ, મોબાઈલમાં બેન્કિંગ સંબંપિત એપ્લિકેશન ફિંગર પ્રિન્ટ પેટર્ન અને પાસવર્ડ લોક સુવીધાનો ઉપયોગ કરી સિક્યુરિટીથી સુરક્ષિત કરવી.

પોલીસ, બેન્ક કર્મચારી, કસ્ટમર કે એકસાઇઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ થી સતર્ક રહેવું, સોશિયલ મીડિયા Facebook/instagram/ Whatsapp એકાઉન્ટને પણ ટુ સ્ટેપ સિક્યુરિટી રાખવી, પોલીસ કે બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપી કોઈ ઓટીપી ની માંગણી કરે તો ઓટીપી આપશો નહીં અને હંમેશા એ ધ્યાન રાખો કે નાણા લેવા માટે કોઈ ઓટીપી કે લીંક ક્લિક કરવાની જરૂર નથી. વધુમાં છોટાઉદેપુર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નામદાર કોર્ટનો હુકમ મેળવી જિલ્લામાં નાણાકિય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોના કુલ ૧૧.૩૨ લાખ રુપિયા પરત અપાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સોશિયલ મીડિયા સિક્યુરિટી બાબતે જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટુ ફેક્ટર ઓથેન્ટીફિકેશનનો ઉપયોગ કરવો, પ્રોફાઈલ લોક રાખવી, પ્રાઇવેસી સેટિંગ્સ ઇનેબલ રાખવા, પર્સનલ માહિતી શેર કરવી નહીં, પાસવર્ડ યુનિક અને રેગ્યુલર બદલતા રહેવું, અજાણ્યા લોકોને મિત્ર બનાવવા નહીં,

મોબાઈલ સિક્યોરીટી બાબતે જણાવવામાં આવ્યું હતું કે, પાસવર્ડ પ્રોટેક્શન, એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો, ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરતા રહેવું, વિશ્વસનીય સોર્સ પરથી જ એપ્લકેશન ડાઉનલોડ કરવી,રેગ્યુલર બેકઅપ લેતા રહેવું તથા મોબાઈલ ગુમ થાય તો એકાઉન્ટના પાસવર્ડ તાત્કાલિક બદલી દેવા જોઈએ

સાયબર ક્રાઈમ કરતા આરોપીઓની મોડસ ઓપરન્ડી વિશે જણાવ્યું હતું કે, ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, બનાવટી લિંક (Phishing Link), ફેક કોલ (vishing call), ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ, સ્ક્રીન શેરીંગ એપ/રીમોટ એકસેસ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ તથા અજાણી/ અનવેરિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ.

જિલ્લાના કોઈ પણ વ્યક્તિ સાથે સાઇબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરવા તથા નેશનલ ક્રાઇમ રિપોટિંગ પોર્ટલ www.cybercrime.gov.in ઉપર પણ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી હતી.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed