December 17, 2024

જુનાગઢ શહેર માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતા પોલીસ યુનીફોર્મ પહેરેલ નકલી એ.એસ.આઇ.ને પકડી પાડતી જુનાગઢપોલીસ

Share to



જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા માહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગે.કા. રિતે રાજ્ય સેવક કે કોઇ સરકારી કર્મચારી ન હોવા છતા ખોટી રિતે રાજ્ય સેવક કે કોઇ સરકારી અધિકારી/ કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી જાહેરમાં નિકળતા આવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનવ્યે આજરોજ તા. ૨૬/૦૫/૨૦૨૪ના રોજ જુનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.પી.વણઝારા સા.ની સૂચના મુજબ સી ડીવીજન પો.સ્ટે.ના ગુન્હા શોધક શાખાના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયક હોસ્ટેલ પાસે એક ઇસમ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે અને પોતે પોલીસ ખાતામાં કોઇ પણ નોકરી કરતા નથી આવી કિકત તુરંત ઉપરોક્ત હકિકત વાળી જગ્યાએથી મજકુર ઇસમ- યુવરાજ રામશીભાઇ જાદવ રહે. ભલ-જુનાગઢ, ગાંધીગ્રામ સિધ્ધી વિનાયક પી.જી. હોસ્ટેલ મળ ગામ- મંડોર, પાણીના ટાકા પાસે તા.વેરાવળ જી.ગીરસોમનાથ વાળાએ ગે.કા. રિતે કોઇપણ પ્રકારના પોલીસ રાજ્યસેવક તરીકે હોદો ધરાવતા ના હોય તેમ છતા ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ.એસ.આઇ.ના હોદા ઉપર હોવાનો દેખાવ કરવા પીતે પોલીસ એ.એસ.આઇ પહેરે તેવો યુનીફોર્મ પહેરી એ.એસ.આઇ. તરીકેનું ખોટું નામ ધારણ કરી જાહેરમા નીકળી ગુન્હો કરેલ હોય જે અંગે અત્રે સી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મજરૂર વિરુધ્ધ આઇ.પી.સી.  મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કામગીરીમાં જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ શ્રી આર.પી.વણઝારા તથા પો.હેડ કોન્સ. નિલેશભાઇ ભેટારીયા તેમજ પો.કોન્સ. દિલીપભાઇ ડાંગર તથા પો.કોન્સ કરણસિંહ ઝણકાત પો.કોન્સ મનીષભાઇ હુંબલ તથા પો.કોન્સ. સંજયસિંહ ચૌહાણ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા
આરોપી થુવરાજ રામશીભાઇ જાદવ  જુનાગઢ, ગાંધીગ્રામ, સિધ્ધી વિનાયક પી.જી. હોસ્ટેલ મુળ ગામ- મડોર, પાણીના ટાકા પાસે તા.વેરાવળ જી.ગીરસોમનાથ
નકલી પોલીસ બનીને ફરતો આરોપીને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed