December 21, 2024

પ્રવાસીઓ ડૂબ્યા: સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડયા હતા; 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ, 1નો બચાવ

Share to

પોઈચાની નર્મદા નદીમાં 8   પ્રવાસીઓ ડૂબ્યા:



સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.


Share to

You may have missed