December 22, 2024

પાવીજેતપુર ખાતે 133 મી બાબાસાહેબ આંબેડકર જયંતી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ

Share to


પાવીજેતપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોકમાં રવિવારે વહેલી સવારે 133 મી જન્મ જયંતી ઉજવાતા અગ્રણીઓ આ સ્થળ પર ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિત ચંદ્ર રોહિતે બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા જણાવ્યું હતું કે સમાજના દરેકે દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકારો સંવિધાનનું અનુસરણ કરી દેશને વ્યવસ્થિત ચલાવે તેવું સંવિધાન લખનાર એવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી 133 મી આંબેડકર જયંતિને ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે છોટાઉદેપુર જિલ્લાના પાવ જેતપુર ખાતે ઉજવવામાં આવી હતી.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed