રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા શોધી આપેલ.*_
_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર અભિષેક હરેશભાઇ ડાભી જૂનાગઢના વતની હોય, અભિષેકભાઇ પોતાનું બાઇક લઇ ગાંધીચોકથી જયશ્રી રોડ તરફ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો redmi note 10 મોબાઇલ ફોન ખીસ્સામાંથી ક્યાંક પડી ગયેલ હોય અભિષેકભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા પોતે જે રૂટ પરથી આવેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દિકભાઇ સિસોદીયા, શિલ્પાબેન કટારીયા, જાનવીબેન પટોળીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અભિષેકભાઇ જે રૂટ પરથી પોતાની બાઇક લઇ નીકળેલ હોય તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અભિષેકભાઇનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો redmi note 10 મોબાઇલ ફોન પોલીસ હેડક્વાટર પાસે પડતો હોય તેવુ જણાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા મોપેડ ચાલક દ્વારા તે મોબાઇલ ઉઠાવી લેવાનુ CCTV ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડેલ. જે આધારે તે મોપેડનો રજી. નં. GJ-11-EE-4450 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે મોપેડ ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નંદીતભાઇનો રૂ. ૧0,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો redmi note 10 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અભિષેકભાઇ ડાભીએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા અભિષેકભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો redmi note 10 મોબાઇલ ફોન શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…