*ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) આર (૩) અન્વયે*
ભરૂચ- શુક્રવાર – માર્ચ-૨૦૨૪ માં લેવાનાર SSC તથા HSC વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન ભરૂચ જીલ્લાનાં જુદા – જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. જેથી મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પહોંચે તેમ છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આની ખૂબજ પ્રતિકૂળ અસર પડે તેમ છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેમ છે. તેમજ ધ્વનિ પ્રદૂપણ પણ થાય છે. જેથી તા. ૧૧/૦૩/૨૦૨૪ સવારના ૦૦: ૦૦ કલાક થી તા.૨૬/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૦૮:૦૦ કલાક સુધી લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે. સીસ્ટમ બેફામ, મનસ્વી રીતે તથા મોટા અવાજે વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી બને છે.
આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલ, ભરૂચ ગુજરાત પોલીસે અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(આર)(૩) થી મળેલ સત્તાની રૂએ ભરૂચ જીલ્લામાં તા.૧૧/૦૩/૨૦૨૪ સવારના ૦૦:૦૦ કલાક થી તા.૨૬/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૦૮:૦૦ કલાક સુધી કોઈએ પણ લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે. સીસ્ટમ બેફામ, મનસ્વી રીતે તથા મોટા અવાજે વગાડવું નહિ, તેમજ લાઉડ સ્પીકરનો અવાજ મકાનની બહાર જાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવું નહિ.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ