December 18, 2024

નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા વણખુટા ખાતે બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાના પ્રયત્નના ભાગરૂપે શાળામાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ

Share to





  પ્રાથમિક શાળા વણખુટા નેત્રંગમા શાળામા ફરજ બજાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય પરેશભાઈ વસાવાની આગેવાની અને શાળા સમિતીના સભ્યોની સહમતીથી ગુરુવારના રોજ શાળામા સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી. જેમાં ૫0 મીટર દોડ, 100 મીટર દોડ, ખો-ખો અને કબડ્ડી જેવી રમતો અને મનોરંજન હેતુ સંગીતખુરશી, કેળાં કૂદ, લીંબુ ચમચી, રસ્સા ખેચ, માટલા ફોડ, ,સિક્કાશોધ, અને અન્ય ભૂલાયેલી રમતો રમાડીને બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રયત્ન શાળાના પરિવાર અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં હતો. આવનારા ભારત દેશના ભવિષ્યની ઉજ્વળ તકો ઉભી કરવામાં મદદરૂપ થાય એવું શાળાના આચાર્યનું મંતવ્ય હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed