December 21, 2024

જૂનાગઢના ગિરનાર તળેટી ભવનાથમાં તળપદા કોળી સમાજ દ્વારા ધર્મશાળા ની જગ્યામાં લિફ્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું

Share to



જુનાગઢ ગીરનાર અતિ પૌરાણિક જગ્યા હોય જેમાં વર્ષ દરમિયાન લાખો ભાવિક ભક્તો ભવનાથ મહાદેવ તેમજ ગુરુદત્તાત્રેય મહારાજ માં જગદંબાના દર્શન કરવા આવતા હોય અને તળપદા કોળી સમાજની અહીંયા ધર્મશાળા આવેલી છે અને આ જગ્યામાં બહોળી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા અને જાત્રા કરીને રોકાતા હોય એટલા માટે એક નવું સોપાન લિફ્ટનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં
સમસ્ત તળપદા કોળી સમાજ ની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે સમાજ તેમજ યાત્રિકો માટે લિફ્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ તકે તળપદા કોળી સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભી , ટ્રસ્ટી અને મહામંત્રી મનુભાઈ સોલંકી , ટ્રસ્ટી બાબુભાઇ પરમાર , ટ્રસ્ટી લીલાબેન કુમરખાણીયા , સરપંચ શ્રી રામભાઇ , તેમજ આ ઉદઘાટનમાં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed