December 22, 2024

જૂનાગઢ વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સતત ૨૬માં વર્ષે મહારાષ્ટ્ર સહિતના પરપ્રાંતના કામદારો માટે ગણેશ સ્થાપના કરવામાં આવી

Share to



જૂનાગઢ વિનય ઇન્ડસ્ટ્રીઝ માં દરરોજ સવાર-સાંજ આરતીમાં ભાગ લઈ રહેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો: વિસર્જનના દિવસે ભોજન પ્રસાદ : વતનથી દુર રહેતા કામદારોની લાગણી સાથે આ ગણપતિ મહોત્સવ જોડાયેલો છે -વિજયભાઈ દોમડિયા ની જૂનાગઢ શહેરમાં ધોરાજી રોડ પર આવેલી વિનય ઈન્ડસ્ટ્રીઝમાં સતત ૨૬માં વર્ષે પરપ્રાંતિય કામદારો માટે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મહારાષ્ટ્ર, યુપી અને બિહારમાંથી લગભગ ૨૫૦થી વધુ કામદાર પરિવારો રોજગારી મેળવવા માટે આવ્યા છે. આ તમામ પરિવારો ઉત્સાહભેર મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક વિજયભાઈ દોમડિયા અને
રમેશભાઈ દોમડિયાના માર્ગદર્શન હેઠળ ગણેશ ચતુર્થીના દિવસે બિનાબેન વિજયભાઈ દોમડિયાના હસ્તે ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના પ્રતિનિધિઓ નરેન્દ્રભાઈ લક્કડ, પંડિતજી, હરિભાઈ શાહ તેમજ સમુહલગ્ન પ્રણેતા અને હરસુખભાઈ વઘાસિયા તથા કંપનીના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. મહોત્સવ અંગે વિજયભાઈ દોમડિયા અને હરસુખભાઈ વઘાસિયાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કામદારો અહીં કામ કરી રહ્યા છે. વતનથી દુર રહેતા આ કામદારોની લાગણી ગણપતિ મહોત્સવ સાથે જોડાયેલી છે. દરરોજ સવારે અને સાંજે આરતીમાં આ કામદાર પરિવારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના અને અધિકારીઓને આરતીમાં આમંત્રણ અપાય છે. આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. વિસર્જનના દિવસે સમુહ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવવાનું છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed