પ્રાથમિક શાળા ના શિક્ષક ની બદલીથતાં વિદ્યાર્થીનાં ભાવુક દ્ર્શ્યો જોવામાં મળ્યા,
શિક્ષકની બદલી થતા ભાવુક દ્રશ્યો આવ્યા સામે
બાળકોનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો
સંતરામપુર તાલુકા ના ચીચા ગામ ની પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં તેમના વિદાય સમારોહમાં આખી સ્કૂલ હીબકે ચડી હતી. શિક્ષકની વિદાય વેળાએ બાળકો પોક મૂકી-મૂકીને રડી પડ્યા હતા. તો શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સંતરામપુર તાલુકાના ચિચા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા 20 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ અરવિંદભાઈ મનસુખભાઈ અને
પટેલ લલિતાબેન નાનાભાઈ જિલ્લામાં આંતરીક બદલી થઈ છે. જેથી વિદાય સમારોહ યોજવા માં આવ્યો હતો વિદાય સમારોહ વેળાએ ચૂચા ગામ ની પ્રાથમિક શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકો ને વિદાય આપતી વખતે બાળકો પોક મૂકીને રડી પડ્યા હતા.અન્ય શિક્ષકો પણ ભેટીને રડી પડ્યા માત્ર બાળકો જ નહીં પણ ચીચા પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા. આ ભાવુક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અને આ દ્ર્શ્યો જોય સૌવકોઈ આશ્ચર્ય માં મુકાયા હતા,
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…