ભારત દેશમાં UCC લાગુ નહિ કરવા આદિવાસી નેતા ડો.પ્રફુલભાઈ વસાવા એ તેમના સમર્થકો સાથે જિલ્લા કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી.
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ભારત દેશ વિવિધતાઓમા એકતા વાળો દેશ છે. આપણા દેશમાં અલગ અલગ જાતિ, ધર્મ ના લોકો વસવાટ કરે છે તેઓની અલગ અલગ સંસ્કૃતિ છે. પરંપરાઓ છે, રીતિરિવાજો છે છતાં આપણાં દેશમાં એકતા છે. કારણ આપણો દેશ એ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષતા વાળો દેશ છે. અલગ અલગ રાજયો ની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિષમતાઓને કારણે ભારતીય બંધારણ ના ઘડવૈયાઓ દ્વારા દરેક જાતિ અને ધર્મના લોકો માટે બંધારણીય અધિકાર આપ્યાં છે. જો દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવામાં આવે છે તો આ બંધારણીય અધિકારો ખતમ થશે તેવું લાગી રહ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાથી વિવિધતા મા એકતા વાળા આપણા દેશમાં અશાંતિ ફેલાશે. અલગ અલગ જાતિ- ધર્મ ના લોકો વચ્ચે ઘર્ષણ ઉભા થશે.યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાથી દેશનો 85% વર્ગ એટલે કે આદિવાસી, એસ. સી, ઓ. બી. સી, લઘુમતી સમાજ ના બંધારણીય અને મૌલિક અધિકારો ખતમ થશે.ST, SC, OBC સમાજ ની શૈક્ષણિક અને રાજકીય અનામત નાબુદ થશે.દેશમાં લઘુમતી સમાજ ના સામાજિક- ધાર્મિક અને મૌલિક અધિકારો છિનવાઈ જશે.
સમગ્ર દેશવાસીઓએ યુનિફોર્મ સિવિલ કોડ ની કોઈ માંગ જ કરી નથી પરંતુ હાલની કેન્દ્ર સરકાર અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી ના રાજનૈતિક ફાયદા માટે પોતાનાં ચુંટણી ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાના વચનો આપી ચૂકી છે. ભાજપ ના ચુંટણી ઢંઢેરા વાયદાઓ પુરા કરવા હાલ કેન્દ્રિય કાયદા પંચ દેશના લોકો પાસે થી યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવા અંગે ના સૂચનો મંગાવી રહી છે. ભારતીય બંધારણ ના અનુચ્છેદ 368 મુજબ બંધારણ મા સુધારા કરવાની સત્તા માત્ર સંસદ ને છે તો પછી કાયદા પંચ શા માટે સૂચનો મંગાવી રહી છે? હજી ડ્રાફ્ટ જ તૈયાર જ નથી તો સૂચનો કેવી રીતે આપીએ? દેશની એકતા, અખંડિતતા તોડવાનું આ કોઈ મોટું ષડયંત્ર રચાય રહયું છે તેમ લાગી રહ્યું છે.
ભારત દેશ આઝાદી ના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે છતાં આ દેશના કરોડો આદિવાસીઓને ભારતીય બંધારણ મા જોગવાઇ હોવા છતાં અનુસૂચિ 5&6 કેન્દ્ર સરકાર લાગું કરતી નથી. આદિવાસીઓને બંધારણીય અધિકારો થી આજદિન સુધી વંચિત રાખ્યા છે. જે બંધારણીય અધિકારો આપવાને બદલે કેન્દ્ર સરકાર હાલ યુનિફોર્મ સિવિલ કોડ લાવી જડમૂળથી જ કાઢી નાખવા માંગે છે તેવું સ્પષ્ટ દેખાય રહયું છે.
ભારત દેશમાં 54% વસ્તી OBC સમાજ ની છે છતાં આજે કેન્દ્ર સરકાર OBC ના જાતિગત વસ્તીગણતરી ના આકડાં જાહેર નથી કરી રહી, દેશ અને રાજયો પાસે OBC વસતી ગણતરી ના આકડાં જ નથી જેથી સરકારો મનફાવે તેમ થોડું થોડું બજેટ આપી રહી છે.આજે દેશમાં OBC નું કોઈ અલગ બજેટ નથી કે નથી કલ્યાણકારી યોજના, એક તરફ દેશનો OBC વર્ગ અલગ વસતી ગણતરી અને બજેટ માંગી રહયું છે જે આપવાને બદલે તેમની ઉપર યુનિફોર્મ સિવિલ કોડ શા માટે લાગું કરવા માંગો છો.? તેમ આવેદન આપી રજુઆત કરાઇ છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ