December 18, 2024

ઝગડીયા તાલુકાના સંજાલી પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો..

Share to

અકસ્માતમાં બાઇક ચાલક ને ઈજાઓ પોહચી..

ઝઘડીયા તાલુકાના સંજાલી મંદિર પાસે બાઈક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ એક બાઈક ચાલક રાજપારડી તરફથી આવી રહ્યો હતો તે સમયે રોડ ની વચ્ચે કોઈક વાહન ચાલક દ્વારા રોડ ઉપર મોટા પથ્થર મુકેલ હોવાથી રાત્રી ના સમયે બાઈક ચાલક ને આ પથ્થર ના દેખાતા તેની બાઈકનું ટાયર પથ્થર ઉપર ચડી જતા બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેના કારણે ચાલક નીચે રોડ ઉપર પડકાયો હતો જેના લીધે બાઈક ચાલકને મોઢા ના ભાગે અને માથા ના ભાગે ઇજાઓ પોહચી હતી બાઈક ચાલક ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો...

અત્રે ઉલ્લેખનીય છે કે રોડ ઉપર કોઈ વાહન બગડતા મોટાવાહનો માટે ટાયર ને સપોર્ટ આપવા માટે મુકતા ઉગટ ને જેમને તેમ તેજ જગ્યા ઉપર છોડી ને જતા રહેતા રાત્રી ના સમય દરમિયાન આવા ટુવહીલરના ચાલકો ને તે નજર ના આવતા અકસ્માતો નો ભોગ બનતા હોઈ છે જેના કારણે અનેક લોકો નો જીવ પણ જતા હોઈ છે જેથી કરી વાહનચાલકો આ બાબતે કાળજી રાખી આવા પથ્થર ને રોડ ની સાઈડ કોઈને અડચણરૂપ ના થાય તેમ મૂકે તે જરૂરી છે

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed