December 17, 2024

માંગરોળ તાલુકામાં રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ વિકાસકામો મજુંર

Share to


સુરતઃ- શનિવારઃ- જિલ્લા આયોજન મંડળ હેઠળ ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ માંગરોળ તાલુકામાં ટી.એસ.એસ.પી. અંતર્ગત રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા વિકાસકામો મજુંર કરવામાં આવ્યા છે.
જેમાં મોસાલી ગામે રૂા.૭૫ હજારના ખર્ચે વસંત ઠાકોરના ઘરેથી રાકેશભાઈના ઘર સુધી સી.સી.રસ્તાનું કામ, રૂા.૧.૫૦ લાખના ખર્ચે જયેશ ચંદુરના ઘરની સામે બોર હેન્ડ પંપનું કામ તથા બાપુનગરમાં બોર હેન્ડપંપનું કામ કરવામાં આવશે. વસરાવી ગામે ડુંગરી ફળીયામાં રૂા.એક લાખના ખર્ચે ડામર રોડનું કામ, વાંકલ ગામે ચાર વિકાસકામોમાં રૂા.૭૫ હજારના ખર્ચે વેરાવી ફળિયામાં હનુમાન મંદીર પાસે પેવર બ્લોકનું કામ, રૂા.૭૫ હજારમાં મંદિરથી પાણીની ટાંક સુધી સી.સી.રોડનું કામ, રૂા.૨.૫૦ લાખના ખર્ચે રાજુભાઈના ઘરેથી પાણીની ટાંકી સુધી ગટરલાઈનનું કામ, રૂા.૨.૫૦ લાખના ખર્ચે વાંકલ આમખુટા મેઈન રોડ પર નાળાનું કામો મંજુર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિયાલજ ગામે અવિનાશભાઈના ઘરથી સુભાષભાઈના ઘર સુધી રૂા.૨.૫૦ લાખના ખર્ચે ગટરલાઈનનું કામ, કુંવારદા ગામે ભરવાડ વાસમાં મનોજભાઈના ઘર પાસે રૂા.૧.૫૦ લાખના ખર્ચે ડામર રસ્તાનું કામ મંજુર થયું છે. પીપોદરા ગામે રૂા.૨.૫૦ લાખના ખર્ચે વિશ્વકર્મા નગરમાં મનુભાઈ ભરવાડના ઘરથી મેઈન રસ્તા સુધીના ગટરલાઈનના કામ તથા શાહ ગામે રૂા.૭૫ હજારના ખર્ચે સતીષભાઈ ગામીતના ઘરની સામે પેવરબ્લોકનું કામ મજુંર કરવામાં આવ્યું છે.


Share to

You may have missed