December 18, 2024

નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ના લોકાર્પણ ના મુદ્દે યુથ કોંગ્રેસ અડગ…

Share to


યુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણ સમર્થકો સાથે બ્રિજ ખાતે પહોંચતા
પોલીસ દોડતી થઇ…
યુવા કોંગી કાર્યકરોને પોલીસે બ્રિજ પર જતાં અટકાવી અટકાયત કરી..
નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ ને સમાંતર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ના લોકાર્પણ માટે ની ચીમકી આપ્યા બાદ યુથ કોંગ્રેસ ના પ્રમુખ કાર્યકરો સાથે નિરીક્ષણ માટે બ્રિજ પર પોહચતાં પોલીસ દોડતી થઈ હતી.અને યુવા કોંગી કાર્યકરો ને બ્રિજ પર જતાં અટકાવી અટકાયત કરી પોલીસ વાન બેસાડી રવાના થઈ હતી…. યુથ કોંગ્રેસ દ્વારા નવનિર્મિત બ્રિજ નું લોકાર્પણ તેવોએ આપેલ દસ દિવસ માં નહિ કરવામાં આવે તો લોક હિત માં લોકાર્પણ કરવાની વાત પુનઃ દોહરાવી હતી
ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ને સમાંતર બનેલ માં નર્મદા મૈયા બ્રિજ ની કામગીરીને 70 માસ પુરા થવા સાથે લોકાર્પણ માટેની તૈયારીઓ કરાઈ રહી છે પણ તંત્ર દ્વારા હજુ દસ ટકા કામગીરી બાકી હોવાનું જણાવી લોકાર્પણ કરવામાં આવી રહ્યું નથી.તો બીજી બાજુ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણે
કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં બ્રિજ ચાલુ નથી કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી એક સપ્તાહ પૂર્વે દસ દિવસ માં બ્રિજ નું લોકાર્પણ કરવા અલ્ટીમેટમ આપી તે બાદ તેવો દ્વારા બ્રિજ ને ખુલ્લો મૂકી દેવાની ચીમકી પત્ર પાઠવી આપવામાં આવી હતી.તે દરમ્યાન ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણ તેમના કાર્યકરો સમર્થકો અને સાથે બ્રિજ ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.યુવક કોંગ્રેસ ના કાર્યકરો બ્રિજ પાસે પહોંચતા પોલીસ દોડતી થઇ હતી. તેના પગલે પોલીસ કર્મીઓ અને કાર્યકરો વચ્ચે ચર્ચા જામી હતી અને યુવા કોંગ્રેસ ના કાર્યકરો ને બ્રિજ પર જતાં અટકાવી અટકાયત કરી પોલીસવાન માં બેસાડી રવાના થઈ હતી. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે બ્રિજ ની કામગીરી બાબતે તંત્ર દ્વારા પ્રજા ને ગેરમાર્ગે દોરી કોરોના ના કપરા સમય માં પણ તેનો ઉપયોગ ન થાય તેવો અભિગમ અપનાવી ઉચ્ચ નેતાઓ ની ઉદ્ઘાટન માટે રાહ જોવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.અને જો દસ દિવસ માં લોકાર્પણ નહિ કરવામાં આવે તો બ્રિજ ખુલ્લો મુકવાની ચીમકી નો પણ પુનઃઉચ્ચારી હતી..
માં નર્મદા મૈયા બ્રિજ ના લોકાર્પણ માટે ની લંબાતી જતી અવધિ બાદ આ મુદ્દે યુથ કોંગ્રેસ અને તંત્ર વચ્ચે આગામી દિવસો માં પણ ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે બ્રિજ નું લોકાર્પણ ક્યારે થાય છે તે જોવું રહ્યું..


Share to

You may have missed