.💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા હાલમાં *કોરોના વાયરસ ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી* થઈ છે , ત્યારે લોકને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા *પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ છે…_
💫 _તા. 10.06.2021 ના રોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, યુસુફભાઈ, પો.કો. અશ્વિનભાઈ, કૌશિકભાઈ, સહિતના સ્ટાફની ટીમ ભવનાથ વિસ્તારમાં કાશ્મીરીબાપુના આશ્રમ તરફના રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી, દરમિયાન એક ત્રીસેક વર્ષનો યુવાનને પોતાની ફોરવહીલ સાથે ગભરાયેલો શંકાસ્પદ હાલતમાં ઉભેલો જોઈ જતા, તાત્કાલિક તેને પૂછપરછ કરતા, પોતાને જીવવું નહીં હોવાનું જણાવતા, સમજાવીને ભવનાથ પોલીસ સ્ટેશન લાવેલ હતા. ભવનાથ ખાતે મળી આવેલ યુવાને પોતાનું નામ રાજુભાઇ હરિભાઈ પરમાર ઉવ. 30 રહે. પારડી ગામ, શીતળા માતાના મંદિર પાસે, તા. લોધિકા જી. રાજકોટ હોવાનું અને પોતાના ઘરકંકાશના કારણે, પોતાને લાગી આવતા, પોતાની કારમા ભવનાથ ખાતે આવી, જંગલ વિસ્તારમાં આ પગલું ભરતો હોવાનું જણાવતા, *ભવનાથ પોલીસની ટીમ દ્વારા પારડી તથા રાજકોટ ગામ ખાતેથી તેના પિતા હરિભાઈ તથા મોટાભાઈ સંજયભાઈને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવેલ* હતો. યુવાન આખા દિવસનો જમ્યો ના હોઈ, ભવનાથ પોલીસની ટીમ દ્વારા જમવાનું મંગાવી, સાંત્વના આપી, જમાડયો પણ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા *યુવાનને જિંદગી માણસને એકવાર જ મળે છે અને મહામૂલી જિંદગી સામે આવતા સંજોગો સામે લડવાનું હોઈ, હારવાનું ના હોય એવી સલાહ આપી, સાંત્વના આપી, આપઘાત કરવાના વિચારમાંથી મુક્તિ અપાવી હતી. ઉપરાંત યુવાનના કુટુંબીજનોને પણ પોતાના પુત્રની સાર સંભાળ રાખવા તેમજ સાચવવા ધ્યાન રાખવા સલાહ* આપવામાં આવી હતી. *જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, યુવાનના ચહેરા ઉપર ચમક* આવી ગયેલ હતી. *જૂનાગઢ પોલીસની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસ ટીમનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો અને *જીવનમાં જીવવાનું મહત્વ ઘણું છે અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના સંતાનની જિંદગી બચી હોવાની લાગણી* વ્યક્ત કરી, *હાલના કોરોના કાળના કપરા અણીના સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદથી પ્રભાવિત થઈ, યુવાન અને તેના કુટુંબીજનોએ જૂનાગઢ પોલીસ પરિવારને ઈશ્વર કાયમી સ્વસ્થ રાખે, તેવા આશીર્વાદ આપી, આભારની લાગણી પણ વ્યક્ત* કરવામાં આવી હતી….._
💫 _જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ *પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના જંગલ વિસ્તારમાં આપઘાત કરવા જતા યુવાનની જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર *પોલીસ ટીમને અભિનંદન* આપવામાં આવેલ_….
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ