December 21, 2024

.**માંડવી તાલુકાની સઠવાવ કેન્દ્ર શાળાના વિધાર્થીઓયે સાયન્સ સીટી અમદાવાદની મુલાકાત લીધી.**

Share to

.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંડવી તાલુકાની સઠવાવ કેન્દ્ર શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો અને શિક્ષકોએ અમદાવાદ સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી. આ તબક્કે રેગામાં પ્રા. શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી અમજીતભાઈ ચૌધરીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને અમદાવાદ સાયન્સ સીટી જોવા, જાણવા અને સમજવાનો લ્હાવો મળે તે માટે અંગત સમય અને રસ દાખવી સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાસે મંજૂરી મેળવવા મદદરૂપ બન્યા હતા.અમદાવાદ સાયન્સ સીટીના સંકલનમાં રહી આ ઉમદા કાર્યને અંતિમ ઓપ આપનાર સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનો અને GSRTC સુરત, માંડવી અને તા. પંચાયત શિક્ષણ શાખા માંડવી આમ તમામ શાખાનો આ તબ્બકે શાળાના બાળકો, શિક્ષકો અને માંડવી તાલુકાના તમામ પ્રા. શાળાના વિજ્ઞાન પ્રેમી શિક્ષકોએ આ ઉમદા કાર્ય બદલ વિવિધ ગ્રૂપોના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો.


Share to

You may have missed