ભારત સરકારનાં ‘ભારતીય ગુણવત્તા પરિષદ વિભાગ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ૮ રાજ્યોના ૪૦ પ્રતિભાશાળી મહિલા સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ૪૦ પ્રતિભાશાળી મહિલા સરપંચોમાં બોરજાઇ ગામના મહિલા સરપંચ રસીલાબેન વસાવા પણ રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમત્રણ આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ગુણવત્તાલક્ષી કામો થાય એ માટે ‘ભારતીય ગુણવત્તા પરિષદ’ વિભાગની રચના કરવામાં આવીછે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ આમ કુલ ૮ રાજ્યોના ૪૦ મહિલા સરપંચોને આમંત્રિત કરીને નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે ૧૦ અને ૧૧ ડિસેમ્બર બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામીણ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના વિવિધ મહાનુભાવો દ્વારા આ મહિલા સરપંચોને મહિલા અને બાળ વિકાસ તેમજ ખાસ કરીને ગ્રામ વિકાસમાં મહિલા સરપંચની મહત્વપૂર્વક ભૂમિકાઓ, વુમન ફ્રેન્ડલી પંચાયત જેવા વિવિધ વિષયો ઉપર મહિલા સરપંચોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ રસીલાબેન વસાવા એ જણાવ્યું કે બે દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખુબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ અને દેશના નામાંકિત મહાનુભવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણુબધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને કાછલ ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકારકરવા પ્રયત્નશીલ બનીશ
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો