December 22, 2024

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

Share to



નર્મદા જિલ્લામાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લામાં તા.૧૫ મી ઓક્ટોબર ૨૩ ના રોજ સવારે ૧૧ થી બપોરે ૦૧ કલાકે યોજાનાર પરીક્ષામા કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો અને ૧૭૮ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે જેમાં કુલ ૪૨૫૪ ઉમેદવારો હાજરી આપશે

રાજપીપલા, શુક્રવાર:- નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામા આવી હતી જેમા જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લામાં તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ થી બપોરે ૦૧ કલાકે યોજાનાર પરીક્ષામા કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો અને ૧૭૮ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૪૨૫૪ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.
બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂરીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.


Share to

You may have missed