December 21, 2024

નાંદોદ ની મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી નાશૌચાલય દુર્ગંધ ના એપી સેન્ટર

Share to



પ્રતિનિધિ, રાજપીપળા


નર્મદા જિલ્લાના નાંદોદના મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં આવેલા શૌચાલયની હાલત અત્યંત ગંદી અને ગોબરી જોવા મળી રહી છે સાફ સફાઈ ના અભાવે તેમજ પૂરતા પાણીના સપ્લાયના ભાવે ગંદકી જ ગંદકી અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ કચેરીમાં ફેલાઈ જાય છે.


સ્વચ્છ ભારત અને ક્લીન ઇન્ડિયાનું સૂત્ર ભારત સરકાર ના દરેક પોસ્ટર મા હોય છે, અને લોકો ને સ્વચ્છતા રાખવા અને ગંદકી ના કરવા માટે ના પોસ્ટર અભિયાનો પાછળ પ્રજા ના કરોડો રૂપિયા નો ધુમાડો થાય છે.

પણ ખુદ સરકાર નિજ કચેરીઓ મા શૌચાલયો ગંધાતા અને વાસ મારતા હોય છે, એની દુર્ગંધ આખી કચેરી મા ફરી વળે છે, ત્યારે ત્યાં બેસી કામ કરતા કર્મચારીઓ અને આવતા મુલાકાતીઓ બંને માટે ત્રાસદાયક હોય છે. ત્યારે કયા મોઢે સરકાર સ્વચ્છ ભારત ની વાતો કરતી હોય છે.


Share to

You may have missed