December 22, 2024

વડોદરામાં ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીઓમાંથી રોકડ ચોરીને તસ્કર ફરાર થયો

Share to


(ડી.એન.એસ)વડોદરા,તા.૦૫
વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીઓ અને ડબ્બામાંથી ૬ હજાર રૂપિયાની રોકડ રકમ ચોરીને એક તસ્કર ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મંદિરના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગઈ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ કહારની અરજીના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ જગ્ગુભાઇ કહારે જણાવ્યું હતું કે, સોમા તળાવ પાસે આવેલી વ્રજભૂમી સોસાયટીની સામે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ૩ જાન્યુઆરીએ રાત્રે અમે મંદિરનો દરવાજાે બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે ૪ જાન્યુઆરીએ સવારે આવીને જાેયું તો મંદિરની દાન પેટીઓ તૂટેલી હતી અને ગર્ભગૃહના ડબ્બાઓ પણ ખુલ્લા હતા. અમે મંદિરના ઝ્રઝ્ર્‌ફ ચેક કરતા રાત્રે એક ચોર મંદિરમાં ઘૂસ્યો હતો અને દાનપેટીઓ અને ડબ્બાઓમાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોર મંદિરના ઉપરના ભાગેથી ઘૂસ્યો હતો અને મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ તાળુ તુંટ્યું નહોતું. આ પહેલા પણ મંદિરમાં ૩ વખત ચોરી થઈ ચૂકી છે. જેથી અમે ૪ મહિના પહેલા જ મંદિરમાં ઝ્રઝ્ર્‌ફ લગાવ્યા હતા. જેથી આ વખતે ચોર ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગયો હતો. અમે આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બે દિવસ પહેલા જ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની શાસ્ત્રી પોળ સામે આવેલ શ્રી વડેશ્વર ગણપતિ મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ઘૂસ્યા હતા અને દાનપેટી તોડી તેમાંથી અંદાજે રૂ.૧૦ હજાર તથા શ્રીજીની મૂર્તિ પરના ચાંદીના છત્તર મળી કુલ રૂ ૨૫ હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. એક અઠવાડિયા પહેલા જ વડોદરા જિલ્લાના પાદરાના કુરાલ ગામમાં એક તસ્કરે જૈન મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુંગટો તેમજ છત્ર ચોરી કરી ગયાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાઈ હતી. વડોદરાના અકોટામાં રહેતા દીપ ઝવેરીના પરિવારના સભ્યોએ ભેગા મળી ૩ વર્ષ અગાઉ માતા અંજલીબેનના નામ પર ૫ વીઘા જમીન લઈને કુરાલમાં જૈન મંદિર બનાવ્યું હતું. જે એસ. એસ ઝવેરી રિલિજિયસ ટ્રસ્ટના નામે ચલાવે છે. મંદિરમાં શ્રેયાત્સનાથ ભગવાનની મૂર્તિ તેમજ જૈન ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. ૩ વર્ષથી પૂજારી તરીકે ગૌતમ રાવલ મંદિરના પાછળના ભાગે રહે છે. મંદિરમાં ઘરના સભ્યો મહિનામાં એકાદ વખત આવે છે. રાત્રિના સમયે મંદિરમાં કોઈ ચોર ઈસમો દરવાજાના નકુચા તોડી નાખી મંદિરમાં પ્રવેશ કરી શ્રેયાત્સનાથ ભગવાનની મૂર્તિ તેમજ આજુબાજુ ચાર ભગવાનની મૂર્તિને પહેરાવેલ ચાંદીના અલગ અલગ નાના મોટા છતર નંગ- ૫ તેમજ દાનપેટી સહિત ચાંદીના મુગટ નંગ-૫ જેનું વજન આશરે ૨ કિલો કિંમત રૂપિયા ૮૦,૦૦૦ અને દાનપેટીના રોકડા ૭,૫૦૦ મળી કુલ ૮૭૫૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્કરો દાન પેટીમાંથી રૂપિયા કાઢી મંદિરની પાછળ દાનપેટી નાખી ફરાર થયા હતા.


Share to

You may have missed