December 21, 2024

ખાંભા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો દ્વારા તાઉતે વાવાઝોડાના સર્વેમાં થયેલ ગોલમાલ ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ.

Share to



વિક્રમ સાખટ રાજુલા

ખાંભા તાલુકા ભર માં તાઉતે વાવાઝોડા ની સહાય ને લઈ  દરેક ગામોમાંથી વિરોધ નોંધાય રહ્યો છે. અનેક ગામોમાં સર્વે માત્ર  ગ્રામપંચાયત ઓફીસ કે લાગવગિયા ના ઘરે બેસીને સર્વે કર્યો હોવાની લોકોએ કરી રહ્યા છે રાવ. પાકા મકાન ધરાવતા લોકોને સહાય તો કાચા મકાનો સહાયથી વંચિત છે. જેને લઇને આજે.ડેડાણ,આંબલિયાળા, ત્રાકુડા,સમઢિયાળા.2,મુજીયાસર, જામકા સહિતના ગામોના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રીસર્વે કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
રી સર્વે કરી સહાય ચૂકવવા માટે ગ્રામજનો દ્વારા ફોર્મ રાજુ કરવા માં આવ્યા .
ત્રણ દિવસ માં તાલુકા ભર ના 2900 ફોર્મ રિસર્વે માટે રજૂ થયા.હજુ ગામડા ના લોકો રિસર્વે માટે ફોર્મ ભરવા તાલુકા પંચાયત માં ઘસારો.જોવા મળ્યો હતો.
લોકો એ કોરોના ને લઈ જરા પણ સાવધાની ના વર્તી.  ભીડ સાથે તાલુકા પંચાયત માં રિસર્વે ના ફોર્મ રજુ કર્યા.
છેલ્લા ચાર દિવસ થી રિસર્વે ના ફોર્મ ના ઘસારો રહેતા અન્ય કામો માટે આવતા અરજદારો પણ હેરાન પરેશાન.ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયત ના સદસ્ય વતી પિયુષભાઈ બોરીસાગર,તાલુકા પંચાયત સદસ્ય મગનભાઈ મકવાણા,ભાજપના તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ વાઘ,વગેરે આગેવાનો ઉપસ્થિત રહી રીસર્વેની ઉગ્ર માગણી કરી હતી.


Share to

You may have missed