December 21, 2024

મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અને બિલ્ડર તપનભાઈ દવેએ તેમના પુત્ર ચિ.શ્રેયાંશને હળવદ સરકારી શાળા – ૪ માં પ્રવેશ અપાવ્યો

Share to


હળવદના રહીશ અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી અને બિલ્ડર તપનભાઈ દવે એ તેમના પુત્ર શ્રેયાંશ ને હળવદ ની પેસેન્ટર શાળા નંબર – ૪ ( સરકારી શાળા) માં પ્રવેશ આપાવ્યો છે ત્યારે તપનભાઈ ખાનગી શાળા માં પ્રવેશ માટે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકારી શાળા ની શિક્ષણ પદ્ધતિ થી પ્રેરાય અને સરકારી શાળા માં તેમના પુત્ર ને પ્રવેશ અપાવી સમાજ માં અન્ય લોકો ને સરકારી શાળા માં પોતાના બાળકો ને વિદ્યાભ્યાસ માટે પ્રવેશ અપાવે તે માટે પ્રેરણા પુરી પાડી છે આ સરકારી શાળા માં અનેક સરકારી કર્મચારીઓ ના સંતોનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળા માં સર્વાંગી શિક્ષણ થકી વિદ્યાર્થીઓ ને અનોખું અને ભાર વગર નું ભણતર પૂરું પાડવામાં આવે છે ત્યારે આ શાળા માં અનેક વૃક્ષો અને બાળકો માટે રમત ગમત ના સાધનો સહિત સ્માર્ટ કલાસ રૂમ અને અન્ય અદ્યતન સુવિધા સભર આ શાળા માં બાળકો નો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે આમ હળવદ તાલુકા સહિત ગુજરાત ભર માં અનેક આવી આદર્શ સરકારી શાળાઓ છે આ સરકારી શાળા માં આશરે ૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ નવા શૈક્ષણિક સત્ર માં 100 જેટલા ધોરણ 1 માં અને 125 જેટલા ધોરણ 2 થી 8 માં અન્ય ખાનગી શાળા માંથી પ્રવેશ મેળવેલ છે. ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે એ જાહેર જનતા ને સરકારી શાળા માં શ્રેષ્ઠ શિક્ષણ માટે બાળકો ને નિ:સંકોચ પ્રવેશ મેળવવા અનુરોધ કર્યો છે.


પાર્થ વેલાણી


Share to

You may have missed