સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ થકી
જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
-: નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૮ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્ય મંત્રીશ્રી
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ ખાતેના “ નર્મદા મૈયા બ્રીજ ” નું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
રાજ્યભરમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના વિવિધ કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ
કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી
ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
અંકલેશ્વર શહેર અને તેની આસપાસના ગામોના દોઢ લાખ લોકોને અવરજવર માટે સારી સુવિધા પ્રાપ્ત થઇ
-: મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગુરૂવારઃ- નાયબ મુખ્ય મંત્રીશ્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસ કામો થકી પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.
આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા.૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્ય મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે. એ જ રીતે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
તેમણે ઉમેર્યું કે, ભરૂચ જિલ્લામાં મીઠા પાણીનો સોર્સ પ્રાપ્ત થાય એ માટે ભાડભૂત બેરેજની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તથા અંકલેશ્વર-રાજપીપળાના માર્ગનું રૂા. ૧૦૦ કરોડના કામ માટે પણ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે અને ભરૂચ-શ્રવણ ચોકડી પાસે પણ ટ્રાફિકનું નિવારણ થાય એ હેતુસર ઓવરબ્રીજના નિર્માણ માટે ડી.પી.આર. બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. જેના પરિણામે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત નવીન ચાર માર્ગીય ૧૧૦૦ મીટર લંબાઇના આધુનિક રેલવે ઓવરબ્રીજ પરથી દૈનિક ૧૦૦ થી ૧૫૦ ટ્રેનો પસાર થતી હોવાના કારણે જે ટ્રાફિક સમસ્યા હતી એ દૂર થશે અને આસપાસના અંદાડા, સામોર, માંડવા, કોસિયા, સુરવાડી તથા અંકલેશ્વર શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે. એ જ રીતે ડાકોર જંકશન પર રૂા. ૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફલાય ઓવર બ્રીજમાં કપડવંજ, સેવાલીયા અને ઉમરેઠ તરફ સર્વિસ રોડની જોગવાઇ કરાઇ છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પદેથી સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ(સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આ ઓવરબ્રીજના નિર્માણથી ભરૂચથી અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહનનોને હવે ટ્રાફિકનો સામનો નહિ કરવો પડે તેમ જણાવ્યું હતું. તેમણે રેલ્વે ઓવરબ્રીજની વિસ્તૃત વિગતો આપતા કહયું કે અંકલેશ્વર શહેર અને તેની આસપાસના ગામોના દોઢ લાખ લોકોને અવર જવર માટે સારી સુવિધા પ્રાપ્ત થઇ છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. મંત્રીશ્રીએ રાજય સરકારના આભારની લાગણી વ્યકત કરી હતી. આ ઉપરાંત આગામી ટૂંક સમયમાં ગોલ્ડનબ્રીજની સમાંતર નિર્માણ પામતા બ્રિજનું પણ લોકાર્પણ હાથ ધરાશે તેમજ અન્ય જે કંઇ પ્રશ્નો હશે તેનું આગામી સમયમાં નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું…
સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ આવનારા દિવસોમાં પ્રજાજનોની બાકી રહેતી સુવિધાની લગતી કામગીરી પૂર્ણ કરીશુ. આ રેલ્વે ઓવરબ્રીજનો ભરૂચ અને તેના આજુબાજુ જિલ્લાઓના પ્રજાજનોને પણ લાભ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી દુષ્યંતભાઇ પટેલ, અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં આ સરાહનીય કામગીરીને બિરદાવી રાજય સરકારનો આભાર માન્યો હતો.
આ રેલ્વે ઓવરબ્રીજનું રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે ઇ-લોકાર્પણ કર્યા બાદ અંકલેશ્વર ખાતેથી મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રિબિન કાપીને ખુલ્લો મુકયો હતો. આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી દુષ્યંતભાઇ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયભાઇ વસાવા સહિત આગેવાન પદાધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ તેમજ અંકલેશ્વર શહેર સહિત આજુ બાજુ ગામોના નાગરિકો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન વડોદરા વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રી એસ.જે.પટેલે કર્યું હતું.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ