નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
જિલ્લા આરોગ્ય અધિકારીનું દયાન દોરતા હાલ કામગીરી નું ભારણ વધારે છે. લેખિત મોકલો બાદમા તપાસ કરીશું. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૫ મે,૨૦૨૧. નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ મા વસતા અભણ,અબુધ અને ભોળા આદિવાસી જનમાનસમાં કોરોના વાયરસ બાબતે ખોટી અફવાવો તેમજ ગ્રેર માઁગેદોરનારા તત્વોને લઇને સામાન્ય બિમારી થી લઇને કોરોના ની સારવાર લોકો નેત્રંગ ના ખાનગી દવાખાના […]
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ માલિક,સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.અખબારી દુનિયામાં સૌના માગૅદશૅક.કોઈ પણ પ્રોબ્લેમના સુંદર નિરાકરણના મસિહા.અને ગુરૂ સમાન વડીલ ગુમાવ્યા.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
આપણી હિંમત જ ઇમ્યુનિટી વધારશે, સતત કામ કરતાં રહો, કોઇ પણ બિમારી સામે લડવાની હિંમત આવશે: કોરોનામુક્ત દાદી સવિતાબેન દેસાઈ નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં સ્મીમેરમાં રિફર કરાયા હતાં સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૮૬ ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે ૯૫ ટકા થયું ———— નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં […]
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
સુરત:બુધવાર: કોરોના વધતા જતા કહેરને ધ્યાને લઈ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં તા.૬/૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા દરમિયાન કોઈ વ્યકિતએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી […]
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
સ્થાયી સમિતિના અધ્યક્ષ સફાઈ અભિયાનમાં જોડાયાઃ સુરતઃબુધવારઃ- યુથ ફોર પીપલ્સ ટીમના ૨૦થી વધુ સ્વયસેવકો દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી પરેશ પટેલ, યુથ ફોર પીપલ્સ ટીમના રાહુલ ઠાકુર તથા સન્ની રાજપુત દ્વારા દર્દીઓના સગા-સંબધિઓને […]
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
‘ મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’ સુરત:બુધવાર: કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. હમેશા એમ કહેવાય છે કે‘માં સે બઢાં કોઈ યોદ્ધા નહી હોતા’ અને આ ઉકિતને અનેક જનનીઓએ […]