DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભેસાણ તાલુકાની વાઘણીયા પ્રાથમિક શાળાના કર્મઠ શિક્ષક દિનેશભાઈ ભુવાનો વિશિષ્ટ વિદાય સમારંભ યોજાયો

Share to


    જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની શ્રી વાઘણીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ હંસરાજભાઈ ભુવાનો વિશિષ્ટ વિદાય સમારંભ યોજાયો. આ વિદાય સન્માન સમારંભમાં વિવિધ સામાજિક સંગઠન અને સમાજના વિવિધ પ્રમુખો તથા 30 થી વધારે એ જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓએ આ 36 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર શિક્ષકશ્રીનું બહુમાન કર્યું. આ પ્રસંગે ભેસાણ તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ  કથીરિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે.કે.ચાવડા, જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અશ્વિનભાઈ ભુવા, ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિશ્રી ઘુસાભાઈ રામાણી, ખંભાળિયાના પટેલ સમાજના પ્રમુખ જે.ડી. ભુવા, છોડવડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી મનુભાઈ પાઘડાર, ખંભાળિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-જૂનાગઢના જિલ્લા પ્રમુખ શ્રી સુરેશભાઈ ખુમાણ અને તાલુકા પ્રમુખશ્રી નરેન્દ્ર ભાઈ ભુવા, પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ જાદવ, પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીના મંત્રીશ્રી નિતેશભાઈ માથુકિયા, નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ શીલુ, સી.આર.સી અધિકારીશ્રી ચંદુભાઈ ગોંડલીયા તથા ડો. કિશોર શેલડીયા, પે સેન્ટર આચાર્ય નિમિષાબેન તન્ના, એસવીએસ કન્વીનર શ્રી કુરજીભાઈ કથીરિયા, એસએમસીના અધ્યક્ષ વિપુલભાઈ મેર, વિનુબાપુ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
        કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા વિદાય અભિનય ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. ત્યારબાદ વિદાય થનાર શિક્ષક શ્રી દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અર્પણ કરવામાં આવી તથા બંને ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રમુખ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને 250 રોકડ ઇનામ વ્યક્તિગત રીતે આપવામાં આવ્યું.
        તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દિનેશભાઈ ભુવા જેવા સંનિષ્ઠ શિક્ષક ગામમાં હતા ત્યાં સુધી  કોઈ પણ પ્રકારની સામાજિક ફરિયાદ તેમના સુધી પહોંચી નથી. એટલે કે આ શિક્ષકના સમજાવટથી જ મોટાભાગના પ્રશ્નો ગામ લેવલેજ હલ થઈ જતા હતા. અને આ તકે પ્રમુખશ્રીએ પણ શિક્ષકને બિરદાવ્યા હતા.
      આ વિદાય પ્રસંગે આ શિક્ષકની પાસે ભણેલા અને જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગમાં જોડાયા હતા અને  પોતાના શિક્ષકનું સન્માન કરી બહુમાન વધાર્યું હતું.
     સવિશેષ ક્યારેય કોઈ શાળા એ આટલું મોટું સન્માન પોતાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષકનું કર્યું નહીં હોય તેવી રીતે શાળાના આચાર્યશ્રી અને તમામ સ્ટાફ દ્વારા આ નિવૃત્ત થનાર શિક્ષક દંપતીને રુદ્રાક્ષની ચાંદીથી મઢેલી માળા, મોમેન્ટો, સાલ, શ્રીફળ પળો તેમજ ચશ્મા અને વસ્ત્ર દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું.
       આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી નરેન્દ્ર ભાઈ ચાવડા તથા સહાયક શિક્ષક મિત્રો રફિકભાઈ મકવાણા અને જાગૃતીબેન રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તમામ મહેમાનો ભોજન લઈને છુટા પડ્યા હતા

મહેશ કથીરિય
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ.


Share to

You may have missed