DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ માં પરીવારથી વિખૂટી પડી ગયેલ ૧૦ વર્ષની બાળકીને શોધી પરીવાર સાથે મીલન કરાવતી જુનાગઢ એ.ડીવીજન. પોલીસ સ્ટેશન શી-ટીમ

Share to


જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ઇંચા. પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાહેજા સાહેબ નાઓએ મહીલાઓ તથા વૃધ્ધો તથા સામાજીક જરૂરીયાત વાળા લોકોની મદદ કરવા અવાર નવાર સુચનાઓ આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ શહેર વિભાગ જુનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ.શ્રી બી.બી કોળી એ.ડીવી.પો.સ્ટે નાઓએ શી-ટીમને જરૂરી માર્ગદર્શન આપી મહીલાઓને પડતી મુશ્કેલીમાં મદદ કરવા સુચના આપેલ જે અનુસંધાને રેલ્વે સ્ટેશનથી ગુમ થયેલ બાળકી ફાતીમા અબ્દુલભાઇ સામદા રહે-રાજકોટ જંગલેશ્વર વિસ્તાર વાળી પોતાના પીતા તથા માતાથી છુટી પડી ગયેલ નો જુનાગઢ કેન્ટ્રોલનો મેસેજ હોય જેથી આ ગુમ થયેલ બાળકીને શોધવા પો.ઇન્સ શ્રી બી.બી.કોળી નાઓએ શી-ટીમ ઇન.પો.સબ.ઇન્સ વી એલ.લખધીર નાઓને સુચના આપેલ હોય જેથી શી-ટીમે આજુબાજુના વિસ્તારો તથા નેત્રમ શાખાના સીસીટીવી ફુટેઝ ચેક કરતા ગુમ થયેલ બાળકી છેલ્લે ચીતાખાના ચોકથી જતી હોવાનું જણાયેલ જેથી ચીતાખાના ચોકની આજુબાજુ તપાસ કરેલ અને સોશીયલ મીડીયામાં ગુમ બાળકીની બહોળી જાહેરાત કરતા બાળકી ચોટીલા પોલીસ સ્ટેશન હોવાનું જણાતા ચોટીલા પોલીસ સ્ટેશનનો સંપર્કે કરી બાળકીને ચોટીલા પોલીસ સ્ટેશન થી પરત લાવી પરીવાર સાથે મીલન કરાવેલ આ તકે પરીવારના સભ્યોએ શી-ટીમ નો આભાર માનેલ હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed