DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ગાંધીગ્રામ, સંજયનગર પાસે, આરોપીના પડતર મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા ટીન મળી કુલ નંગ-૧૨૦૯ કિ.રૂ.૩,૯૮,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ

Share to



જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ ઇયા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોથી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય તેમજ હાલમાં જુનાગઢ જીલ્લામાં પ્રોહીબીશનના કેશો કરવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અન્વયે ડ્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ જે. જે. પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો હેડ કોન્સ વનરાજસિંહ ચુડાસમા તથા પો કોન્સ ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.કોન્સ દિપકભાઇ બડવા નાઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ, સંજય નગરમાં રહેતો હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇએ ગ્રોફેડ ફાટક પાસે આવેલ વાલ્મીકીવાસમાં પોતાના કબજા ભોગવટાના પડતર મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી હેરાફેરી કરે છે જે હકિકત આધારે આજરોજ હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી સી ડીવીઝન પો.સ્ટે. માં પ્રોહી એક્ટ નો ગુન્હો રજી. કરાવવામાં આવેલ.

હાજર નહિ મળી આવેલ આરોપી તથા ગુન્હાઇત ઇતીહાસ:-(૧) હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇ રહે. જુનાગઢ, સંજયનગર
કુલ મુદામાલ કિ.રૂ.૩,૯૮,૧૦૦/-


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed