DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અંકલેશ્વર મા માત્ર ૪ વર્ષની ઝારા સૈયદે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી, ફુલહાર થકી પરિવારજનોએ માસુમના ઉત્સાહમાં વધારો કર્યો

Share to


અંક્લેશ્વર ના કરસનવાડી માં રહેતા માહીર સૈયદ ની માત્ર 0૪ વર્ષીય પુત્રી ઝારા માહિર સૈયદે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમજાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે. આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે. હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે. ત્યારે સતત ૧૪ થી ૧૫ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે. ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વર  કરસનવાડી ખાતે રહેતા માહિર સૈયદ ની  ૪ વર્ષીય પુત્રી ઝારા સૈયદે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી. અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુવાઓ કરી હતી. માત્ર 0૪ વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ ઝારા સૈયદ ને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકી ના ઉત્સાહમાં વધારો કર્યો હતો.


Share to

You may have missed