DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢની વિસાવદર – ભેસાણ વિધાનસભા મતવિસ્તાર ધારાસભ્ય વિહોણો હોવાથી કાયદાકીય આંટીઘૂંટી માંથી બહાર કાઢીને તાત્કાલિક ચૂંટણી યોજવા સામાજીક અગ્રણી હરસુકભાઈ વઘાસિયા ની મુખ્યમંત્રી ને ધારદાર રજુઆત

Share to



                                જૂનાગઢની ભેસાણ વિસાવદર વિધાનસભા બેઠક ઉપર વિજેતા થયેલ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ભાયણી એ  રાજીનામું આપી દીધા બાદ ફરી આ બેઠક ની પેટા ચૂંટણી નહીં યોજાતા આ બેઠક ના નાગરીકો ની સ્થિતિ કફોડી બની છે. નેતૃત્વ વિહીન આ બેઠક ની પેટા ચૂંટણી તાત્કાલિક યોજવા માંગણી ઉઠી છે .
      જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સામાજિક અગ્રણી હરસુખભાઈ વઘાસિયાએ મુખ્યમંત્રી પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ૮૭ વિસાવદર વિધાનસભા બેઠક માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભુપેન્દ્રભાઈ ભાયાણી વિજેતા થયા હતા ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા એ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી છે , તે બંનેના ગજગ્રાહ વચ્ચે હાલ મતદારો પીસાય રહ્યા છે . ભુપેન્દ્રભાઈ ભાયાણી એ  ધારાસભ્ય પદે થી  રાજીનામુ પણ આપી દીધું છે ત્યારે હવે આ બેઠકની પેટા ચૂંટણી યોજવી ખૂબ જરૂરી બની છે કારણકે આ બેઠક માં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય નો સમાવેશ થાય છે . ધારાસભ્ય નહી હોવાને લીધે ત્રણેય તાલુકાનો વિકાસ રુંધાઈ રહ્યો છે અને પ્રજાના અંગત કામો પણ થઈ શકતા નથી હાલ નેતૃત્વ વિહીન તાલુકો હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.   તાત્કાલિક ધોરણે ચુંટણી યોજીને આ વિસ્તાર ના લોકો ને ન્યાય આપવા પત્ર ના અંતે જણાવ્યું છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed